UNSCના બિનકાયમી સભ્ય તરીકે પાકિસ્તાનના બે વર્ષના કાર્યકાળનો પ્રારંભ

પાકિસ્તાને બુધવાર, 1 પહેલી જાન્યુઆરીએ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)ના બિન-કાયમી સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળની શરૂઆત કરી હતી. રાજદૂત મુનીર અકરમે કહ્યું હતું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વિશ્વ સામેના મુખ્ય પડકારોનો સામનો કરવા માટે સક્રિય અને રચનાત્મક ભૂમિકા ભજવશે.


પાકિસ્તાન 2025-26ની મુદત માટે બિન-સ્થાયી સભ્ય તરીકે સુરક્ષા પરિષદમાં બેસશે. આની સાથે પાકિસ્તાન 15 સભ્યોની આ કાઉન્સિલમાં આઠમી વખત બિનકાયમી સભ્ય બન્યું હતું. જૂનમાં, પાકિસ્તાન બિન-કાયમી સભ્ય તરીકે જંગી બહુમતી સાથે કાઉન્સિલમાં ચૂંટાયું હતું. 193-સભ્યોની જનરલ એસેમ્બલીમાં તેને 182 વોટ મળ્યા હતાં.

પાકિસ્તાને આ કાઉન્સિલમાં જાપાનનું સ્થાન લીધું હતું. જાપાન હાલમાં સુરક્ષા પરિષદમાં એશિયન સીટ ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિની સ્થાપના અને જાળવણી માટેની પ્રાથમિક એજન્સી છે.


જનરલ એસેમ્બલીમાં જૂનની ચૂંટણીમાં, પાકિસ્તાન, ડેનમાર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયા ચૂંટાઈ આવ્યા હતા. 31 ડિસેમ્બર 2024ના રોજ  જાપાન, એક્વાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટ્ઝર્લેન્ડની મુદત પૂરી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *